લોકસભા ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જોકે કેટલીક બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. એનડીએ હાલ 291 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 227 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને બે બઠકો મળી છે. પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર જીતી ગયા છે. જ્યારે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર જીતી ગયા છે. તો ચાલો એક નજર કરીએ લોકસભા ચૂંટણીના તારલા સમાન ઉમેદવારના પરિણામો પર.
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ જીત્યા, નવી દિલ્હીમાં બાંસુરી સ્વરાજ જીત્યા છે…
વારાણસી બેઠક પરથી ભાજપના ઉમેદવાર PM નરેન્દ્ર મોદી જીતી ગયા છે. ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ જીતી ગયા છે. લખનૌમાં ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ જીતી ગયા છે. નવી દિલ્હીમાં ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજ જીતી ગયા છે. વાયનાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાધી જીતી ગયા છે.
નાગપુર પરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરી જીતી ગયા છે. મંડી પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત જીતી ગયા છે. ગુના બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા જીતી ગયા છે. પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જીતી ગયા છે. રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી જીતી ગયા છે. પુરીથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા જીતી ગયા છે.
વિદિશા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ જીતી ગયા છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા જીતી ગયા છે. નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી આર પાટીલ જીતી ગયા છે. પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા જીતી ગયા છે. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતી ગયા છે.
ભરૂચમાં આપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યાં છે. બાડમેરમાં અપક્ષ ઉમેદવાર રાવીન્દ્ર સિંહ ભાટી જીતી ગયા છે. વલસાડમાં ભાજપના ઉમેદવારે ધવલ પટેલ જીતી ગયા છે. આણંદથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા હારી ગયા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની હારી ગયા છે.
હૈદરાબાદથી AIMIMના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસી જીતી ગયા છે. જલંધરના કોંગ્રેસના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્ની જીતી ગયા છે. નેશનલ કોંગ્રેસના બારામુલાના ઉમેદવાર ઓમર અબ્દુલ્લા હારી ગયા છે. હસન બેઠક પરથી જેડીએસના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના હારી ગયા છે.
કોંગ્રેસના ઉમેદવાર શશી થરૂર આગળ, ટીએમસીના યુસુફ પઠાણ જીત્યા છે.
તિરુવનંતપુરમથી કોંગ્રેસના ઉમેદવાર શશી થરૂર આગળ ચાલી રહ્યાં છે. કોઈમ્બતુરથી ભાજપના કે.અન્નામલાઈ હારી ગયા છે. નોર્થ મુંબઈથી ભાજપના પિયૂષ ગોયલ જીતી ગયા છે. બહેરામપુરથી ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણ જીતી ગયા છે.
કન્નોજ બેઠક પરથી સપાના અખિલેશ યાદવ જીતી ગયા છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના કનૈયા કુમાર હારી ગયા છે. ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિ કિશન જીતી ગઈ છે. ઉત્તર મધ્ય મુંબઈથી ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ હારી ગયા છે. અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ હારી ગયા છે.




