राष्ट्रीयદહેગામ

ડીજેના તાલે દહેગામમાં દુદાળા દેવને અપાઇ વિદાય..અગલે બરસ તું જલ્દી આ…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ….

દહેગામ શહેરમાં દેવીપુજક સમાજના ગણેશ ભગવાનના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા  અને મોટા ગણેશ ભગવાન સાથે વાજતે ગાજતે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો.

વિગતે જોઇએ તો, ગાંધીનગર જિલ્લાના દેહગામ શહેરમાં આજે ગણેશ ભગવાનના વિસર્જન માટે શહેરના રસ્તાઓ ભરાઈ જવા પામ્યા હતા અને દેવીપુજક સમાજ દ્વારા મોટા ગણેશ ભગવાનની મૂર્તિ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો બાળકો યુવક અને યુવતીઓ જોડાયા હતા અને ડીજે સાઉન્ડ સાથે આજે દેહગામ શહેરમાં ગણેશ ભગવાનની વિદાય આપવા માટે ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ભાવિ ભક્તો મુખ્ય માર્ગો ઉપર ઝૂમી રહેલા નજરે પડી રહ્યા હતા.

શહેરના મુખ્ય માર્ગો આજે અબીલ ગુલાલની છોળો ઉડી હતી સાથે શહેરના રસ્તા ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા હતા. આજે ગણેશ ભગવાનના વિસર્જન કાર્યક્રમ શહેરના તમામ સમાજના ભાઈઓ બહેનો માતા ઓ પોતપોતાના રીતે ગણેશ ભગવાન ના વિસર્જન માટે જઈ રહેલા નજરે પડી રહ્યા છે અને આજનો ગણેશ ભગવાનનો તહેવાર મોટામાં મોટો તહેવાર ગણવામાં આવે છે. ટૂંક સમયમાં નવરાત્રિ આવી જશે અને સમાગ્ર વાતાવરણ ગરબામય બની જશે.

Related Articles

Back to top button