દહેગામ શહેરમાં આવેલી ખારાકુવાની સોસાયટીમાં મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. દહેગામના 15 વર્ષ સેવા આપતા દાતા રોહિતભાઈ ઠાકોર દ્વારા ગરબાના આયોજકોને 21,000નું દાન આપીને માતાજીની આરતી ઉતારી હતી અને ધન્યતા અનુભવી હતી.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલી ખારાકુવા ખોચાની સોસાયટીમાં છેલ્લાં ઘણા સમયથી સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં નવરાત્રી મહોત્સવની અનુસરીને સોસાયટીના મંડળ દ્વારા રોહિતજી ઠાકોરની નવરાત્રી મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ આમંત્રણનો સ્વીકાર કરીને ભામાશા એવા શ્રી રોહિતજી ઠાકોરે તેમની ટીમ સાથે આવીને માતાજીના દર્શન કરીને માતાજીની આરતી ઉતારીને 21,000નું દાન આપીને સૌના દિલ જીતી લીધા હતા અને સોસાયટીના મંડળના આગેવાનોએ અને સૌ ગરબા રસિકોએ મહાકાળી માતાજીની જય બોલાવીને રોહિતજી ઠાકોરનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.




