ભિલોડા તાલુકામાં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાની તૈયારીના ભાગરૂપે કુંડોલપાલ શક્તિ કેન્દ્રની બેઠક ચોરીમાલા ગામે યોજાઇ હતી.
અરવલ્લી જિલ્લામાં 20/10/2022ના રોજ જિલ્લામાં અને તાલુકાના અનેક શક્તિ કેન્દ્રોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા આવનાર છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભિલોડા તાલુકાના કુંડોલપાલ શક્તિ કેન્દ્રના આગેવાનો દ્વારા તાલુકાના ચોરીમાલા ગામે મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં આગેવાન નીલાબેન મોડિયાની અધ્યક્ષતામાં તાલુકા સદસ્યો, અને વિસ્તારના સરપંચો સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ગૌરવ યાત્રાને સફળ બનાવવા મક્કમ નિર્ધાર વ્યકત કરાયો હતો.




