sabarkathaराष्ट्रीय

પેટ્રોલપંપે ધ્યાન રાખશો… ક્યાંક તમારી સાથે પણ આવુ ન થાય…..

પેટ્રોલપંપે ધ્યાન રાખશો... ક્યાંક તમારી સાથે પણ આવુ ન થાય.....

હવે તો પેટ્રોલ પંપ પર  પણ ધ્યાન રાખવી જેવુ છે. કેમ કે કહેવાય નહીં કે કોણ કારવાળો ક્યારે ટક્કર મારી દે….કારણ કે આવો એક કિસ્સો  ખરેખર  દાખલારૂપ છે, કે જેમાં પેટ્રોલ પંપે  ઉભેલા એક પરિવારને ઇકોના ડ્રાઇવરે ગફલતભરી તે કારને હંકારીને ઇજાઓ પહોંચાડી હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

વિગતે જોઇએ તો સાબરકાંઠા ના ઇડરડ- હિંમતનગર હાઇવે પર આવેલ એક સીએનજી પંપ પર ઇકો કારના ચાલકે  ગફલત રીતે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં સીએનજી પુરાવા આવેલ એક પરિવારના સદસ્યો  રાહ જોઈ રહ્યો હતો તેવામાં અચાનક એક  ઇકો કાર ચાલકે કારને ગફલતભરી રીતે  ડ્રાઇવ કરી સામેની સાઈડ પર ઉભેલા મહિલા અને દીકરી પર ઇકો કારે ટક્કર મારી દીધી હતી.એટલુ જ નહીં તેમને ટક્કર માર્યા બાદ કારને સામેની દીવાલ તરફ અથડાઈ દીધી હતી….

અચાનક ઇકો કારની ટક્કરે માં-દીકરી હવામાં ઉછળીને પટકાઇ ગયા હતા તેમને ઇજાઓ પહોંચી હતી,. જો કે આ સંગ્ર ઘટના  સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી..ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા..આ અંગે જાદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Related Articles

Back to top button