बिहार

બિહારમાં બખડજંતર….નિતિશે ભાજપ સાથે કર્યો દગો…..

બિહારમાં બખડજંતર....નિતિશે ભાજપ સાથે કર્યો દગો.....

પટના : બિહારના રાજકારણમાં (Bihar Political Crisis)નવો ટ્વિસ્ટ આવ્યો છે. બિહારમાં (Bihar)નીતિશ કુમાર ( Nitish Kumar)બીજેપી સાથે સાથ છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. . બન્ને વચ્ચે ફરી એક વખત ગઠબંધન થઇ ગયું છે. આ પછી નીતિશ કુમારે રાજ્યપાલને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે બીજેપીએ અમને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે. અપમાનિત કર્યા છે.
નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે. સૂત્રોએ જણાવ્યું કે મહાગઠબંધન અને જેડીયુ વચ્ચે ગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જોકે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને (Tejaswi Yadav)મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.
સૂત્રોના મતે શરૂઆતમાં જેડીયુના નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ ઉપ મુખ્યમંત્રી બનશે. જોકે આઠથી દશ મહિના પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદની કમાન તેજસ્વી યાદવને આપી દેશે. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.

Related Articles

Back to top button