राष्ट्रीय

બાબા રામદેવે કોર્ટને ફરી કહ્યું- સોરી મિલોર્ડ…અમને માફ કરો: કોર્ટે કહ્યું- માફી માટે…

બાબા રામદેવે કોર્ટને ફરી કહ્યું- સોરી મિલોર્ડ...અમને માફ કરો: કોર્ટે કહ્યું- માફી માટે...

પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાતો આપવાના કેસમાં યોગા ગુરુ બાબા રામદેવે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી માંફી માંગી છે. જોકે કોર્ટે આ અંગે તેમને ઠપકો આપતા કહ્યું હતું કે આ અંગેની ઘટના ભવિષ્યમાં ફરીથી ન થવી જોઈએ.

કોર્ટની કાર્યવાહી દરમિયાન રામદેવ અને પતંજલિ આર્યુવેદ લિમિટેડના એમડી બાલાકૃષ્ણએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હોવાની વાતને કબુલી હતી. તેમણે કોર્ટને અરજ કરતા કહ્યું હતું કે તેઓ આ અંગેની તકેદારી રાખશે અને તે માટે કેટલાક પગલા લેશે. તેઓ ભૂતકાળમાં થયેલી ભૂલ અંગે જાહેરમાં માફી પણ માંગશે.

સુપ્રીમ કોર્ટે પતંજલિની નિંદા કરતા કહ્યું હતું કે તમે સારુ કામ કરી રહ્યાં છો પરંતુ તમે એલોપેથીને ખરાબ ગણાવી શકો નહિ. કોર્ટે વધુમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમને અગાઉના અમારા આદેશ વિશે ખબર ન હોય તેટલા તમે નિર્દોષ નથી. સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને ભામ્રક જાહેરાત વિશે જાહેરમાં ખુલાસો કરવા અંગે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. આ અરજીની વધુ સુનાવણી 23 એપ્રિલે હાથ ધરાશે.

Related Articles

Back to top button