sabarkathaराष्ट्रीय

દારુનો ધંધો કરવા હપ્તાની માંગણી કરી, એસીબીએ કહ્યું- ઉભો રહે…અને જાય સીધો લોકઅપમાં..!

દારુનો ધંધો કરવા હપ્તાની માંગણી કરી, એસીબીએ કહ્યું- ઉભો રહે...અને જાય સીધો લોકઅપમાં..!

સાબરકાંઠા  પોલીસને બદનામ કરતો એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં  ઇડર પોલીસ મથકનો એક પોલીસકર્મીને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. એસીબીની પકડમાં આવ્યાં બાદ તેમની સામે ખાતાકિય પગલા ભરીને સસ્પેન્ડ પણ કરવામાં આવે તેમ છે.

વિગતે જોઇએ તો, ઈડર પોલીસ સ્ટેશનનો હેડ કોન્ટેબલ લક્ષ્મણ સિંહ ૬૦૦૦ લાંચ લેતા ઝડપાયો હતો. દારુનો ધંધો કરવા હપ્તાની માંગણી કરવા જતા તે ઝડપાયો હતો. ….

હપ્તો આપવા તેમજ અગાઉના કેસ નહિ બતાવવા ૬ હજાર રૂપિયા હેડ કોન્ટેબલે માગ્યા હતા. બુટલેગરે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. અને એસીબીએ ગોઠવેલા છટકામાં  હપ્તો લેવા જતા આરોપી લક્ષ્મણ સિંહ દેવડા ઝડપાયો હતો.

Related Articles

Back to top button