sabarkathaराष्ट्रीय
ટીઆરબી જવાને પૈસા માંગ્યા, વિડિયો ઉતાર્યો તો મોબાઇલ ઝુંટવી લીધો..વિડિયો વાઇરલ..
ટીઆરબી જવાને પૈસા માંગ્યા, વિડિયો ઉતાર્યો તો મોબાઇલ ઝુંટવી લીધો..વિડિયો વાઇરલ..
તાજેતરમાં સુરતમાં એક ટીઆરબી જવાને એક વકીલને લાકડીઓના માર મારીને લોહીલુહાણ કરી નાંખવાની ઘટનાના મૂળમાં ભ્રષ્ટાચાર છે. આ બનાવના પડઘા પડ્યા છે છતાં ટીઆરબી જવાનોમાં કાયદાનો કોઇ ડર નથી.
સાબરકાંઠાના વડાલી નજીક ટીઆરબી જવાન વાહનચાલક સામે રોફ જમાવી પૈસા માંગતો વિડિઓ વાયરલ થયો છે.ટીઆરબી જવાને વિડિઓ રેકોર્ડ કરતા કારમાં સવારનો મોબાઇલ ફોન પણ ઝુંટવી લીધો હતો. ટીઆરબી જવાને વાહનચાલક પાસે 4000 રૂપિયાની માંગણી કરી હતી.
500 રૂપિયામાં પતાવટ કરવાની વાત કરતા ટીઆરબી જવાને રોફ જમાવતાં કહ્યું, 500 કહો છો એટલે શું સમજો છો..નહીં ચાલે..પૂરા આપવા પડશે એવો જવાબ આપ્યો હતો. આ સમગ્ર વિડિયો વાઇરલ તયો છે ત્યારે સુરતની ઘટનાની જેમ આ કિસ્સામાં પણ ટીઆરબી જવાનની સામે પગલા લેવાવા જોઇએ.




