राष्ट्रीयદહેગામ

દહેગામ તાલુકાની આશા વર્કરો-આશા ફેસિલેટર મહિલાઓ દ્વારા આવેદનપત્ર અપાયુ

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ .....

આજ રોજ દહેગામ શહેર ખાતે આવેલી તાલુકા આરોગ્ય કચેરી ઓફીસે  આરોગ્ય કર્મચારી મહિલાઓ દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને ઉગ્ર રજૂઆતો કરી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની આશા વર્કરો અને આશા ફેસિલેટર  આરોગ્ય કર્મચારી મહિલાઓ દ્વારા તાલુકા આરોગ્ય કચેરી દહેગામ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…

 તે સાથે ગુજરાત રાજ્ય પંચાયતના આરોગ્ય કર્મચારીઓની વિવિધ પ્રકારની માંગણીઓ લઈને જે અસંતોષ વ્યાપી રહ્યો છે. તેના ભાગરૂપે આજે દહેગામ ખાતે આરોગ્ય મહિલાઓ કર્મચારી દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.  અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓના પગાર બાબતે તથા અન્ય પ્રકારની માંગણીઓનો સરકાર ઉકેલ લાવવા માટે સરકાર સતત નિષ્ફળ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં ચોક્કસ મુદત માટે હડતાલ અને ઉગ્ર આંદોલન પણ ની ચીમકી ઉચારી હતી.દહેગામ આરોગ્ય કચેરી ખાતે દહેગામ  શહેર, ગ્રામ્ય  વિસ્તાર ની તમામ આશા વર્કરો અને આશા ફેસિલેટરો  આરોગ્ય કર્મચારી મહિલાઓ  આ કાર્યક્રમ મા જોડાઇ હતી. અને આ આંદોલન ને  એક સુર સાથે આ આંદોલન સફળ બનાવવા એક બીજા સાથે જોડાઈ ને આ આરોગ્ય કર્મચારી મહિલાઓ પ્રેરણા રૂપ બની રહ્યાં છે…

Related Articles

Back to top button