राष्ट्रीयહિમતનગર

આશાવર્કર અને ફેસીલીટર બહેનો પણ લડાયક મિજાજમાં..અચોક્કસ મુદતની હડતાલ પર…

આશાવર્કર અને ફેસીલીટર બહેનો પણ લડાયક મિજાજમાં..અચોક્કસ મુદતની હડતાલ પર...

વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં એક પછી એક સંગઠનો પોતાની માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલનું બ્યૂંગલ ફૂકી રહ્યા છે તો હડતાલ પર ઉતરેલા જીલ્લાની આશાવર્કર અને ફેસીલીટર બહેનો પણ માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

ગુજરાત આશાવર્કર યુનિયનના નેજા હેઠળ સાબરકાંઠા આશાવર્કર યુનિયન ધ્વારા આશાવર્કર બહેનોની પડતર માંગણીઓને મુદ્દે સન્માનજનક વેતન ન મળવાથી કામગીરીથી અળગા રહી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની જાણ સાથે જીલ્લા આરોગ્ય અધિકારી કે.એસ.ચારણને જીલ્લા પ્રમુખ તાહેરાબેન ખણુસિયાએ આશા બહેનો સાથે આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગે તાહેરાબેન ખણુસિયાએ જણાવ્યું હતું કે જીલ્લાના આઠ તાલુકામાં આરોગ્ય વિભાગમાં PHC હેઠળ આશાવર્કર ૧૪૫૬ બહેનો અને ૩૦૦ થી વધુ ફેસીલીટરે પાયાની કામગીરી કરનાર આશાવર્કર બહેનો કરે છે.જેમાં માતા મરણ, બાળ મરણ ના થાય તેને લઈને નોધપાત્ર ઘટાડો કર્યો છે. કોરોનાના સમયમાં પણ આશાવર્કરોએ પોતાની ફરજ નિભાવી છે.

Related Articles

Back to top button