દેશના રાષ્ટ્રપિતા અને ગુજરાતના મહાન સપૂત મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવાની સાથે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર પણ આપ્યું છે ત્યારે આ સૂત્ર ને સાકાર કરવા કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન અભિયાન શરૂ કરેલ છે જેના ભાગરૂપે આજે મેઘરજ ખાતે અરવલ્લી જીલ્લા.પંચાયત પ્રમુખ દ્વારા એક કલાક સફાઇ અભિયાન હાથ ધરાયુ હતું.

હાલ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ જાહેર બાગ બગીચા, તળાવો, મંદિર, મસ્જિદો આસપાસ ગંદકી દૂર કરવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના વડા પ્રધાને સમગ્ર દેશવાસીઓને આજે પહેલી ઓક્ટોબરના રોજ એક તારીખ એક કલાક સફાઈ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું.

તે મુજબ આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં અરવલ્લી જિલ્લા પંચાયતના યુવા મહિલા પ્રમુખ પ્રિયંકા ડામોર, અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ડામોર, તાલુકા સંગઠન પ્રમુખ ભૂપતસિંહ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શાંતાબેન, મહામંત્રી ઈશ્ર્વરભાઈ, મહેશભાઈ ,પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર મેઘરજ તાલુકા પ્રમુખ જયાબેન સહિતના કાર્યકરોએ મેઘરજ નગરમાં માર્કેટયાર્ડ , નાગરિક બેન્ક વિસ્તાર,બગીચો અલગ અલગ વિસ્તાર માં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને વડા પ્રધાનના જન્મદિવસ સેવા પખવાડિયા તેમજ એક તારીખ એક કલાક અભિયાન ને સફળ બનાવ્યું હતું.




