राष्ट्रीय

ધરપકડઃ આ કેજરીવાલ ઇડીના હાથમાં કેમ આવતો નથી…? ફરી છટકી ગયો..પણ ક્યાં સુધી..?

ધરપકડઃ આ કેજરીવાલ ઇડીના હાથમાં કેમ આવતો નથી...? ફરી છટકી ગયો..પણ ક્યાં સુધી..?

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDના સમન્સની સતત 3  વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની આજે સંભાવનાઓ વર્તાઇ રહી છે. આ અગાઉ  ED દ્વારા આ મામલે આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ મનીષ સિસોદિયા ,સંજય સિંગ અને સત્યેંદ્ર જૈનની ધરપકડ્ કરી છે.

જેથી આમ આદમી પાર્ટીનો હંગામો તેજ થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર EDએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં 3 સમન્સ જાહેર કર્યા હોવા છત્તા, તેમણે એકવાર પણ પૂછપરછમાં ભાગ લીધો નથી. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમની ધરપકડનો ડર સતાવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને CM આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા jaher કરવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ હાજર થયા ન હતા અને તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને લેખિત જવાબ મોકલ્યો હતો.

આમ આદમી પાર્ટી (AAP)એ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ છે. અરવિંદ કેજરીવાલને બુધવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા બોલાવવામાં આવ્યા હતા. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને EDની આ ત્રીજી નોટિસ છે, આ પહેલા EDએ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ કેજરીવાલ  ED સમક્ષ હાજર થયા ન હતા.

તેથી ED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આ દાવો ખુદ આમ આદમી પાર્ટીએ કર્યો છે. સીએમ કેજરીવાલની ધરપકડના ડરને જોતા ગુરુવાર સવારથી જ AAP મુખ્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો શરૂ થઈ ગયો છે.  આ  ધરપકડ ED દ્વારા એ કેજરીવાલને દારૂ કૌભાંડમાં ત્રણ સમન્સ જાહેર કર્યા હોવા છત્તા હાજર થયા ન હોવાને કારણે કરવામાં આવનાર છે . જો કે ત્રણેય વખત કેજરીવાલે EDને લેખિત જવાબ મોકલીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.

Related Articles

Back to top button