sabarkathaराष्ट्रीय

બે ઇસમોની ધરપકડઃ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ,

બે ઇસમોની ધરપકડઃ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ,

નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિવેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં જુગાર રમતા ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા વ્હીકલ સ્કોર્ડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે.

તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ આઠમના તેહવાર નીમીતે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને વિદ્યાનગરી કોલેજ પાસે આવતા અમોને બાતમી હકીકત મળેલ કે વિધ્યાનગરી કોલેજ પાછળ નદીના પટમા બાવળની ઝાડીઓમા કેટલાક ઇસમો ગંજી પાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે સાથેના પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા વ્હીકલ સ્કોર્ડના માણસોને સમજ કરી જુદી જુદી દિશામાંથી લુપાતા છુપાતા હકિકત વાળી જગ્યાએ મોકલતા બે ઇસમો સામસામે બેસી જુગાર રમી રમાડતા જોવા મળતા રેઇડ કરતા (૧)દિપકકુમાર વાલજીભાઇ ભીલ ઉ.વ.૩૧.રહે બસ સ્ટેશન સામે ભીલવાસ હિંમતનગર તથા (૨)ચતુરભાઇ નારણભાઇ સલાટ ઉ.વ.૫૫ રહે સાબરકુંજ સોસાયટી મોતીપુરા હિંમતનગર નાઓ જુગાર રમી રમાડતા ગંજીપાના તથા રોકડ રુપિયા ૧૧૫૪૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હોય જેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ હિંમતનગર “બી” ડીવિઝન પોલીસ સ્ટાફ ધ્વારા જુગારનો ગણનાપાત્ર કેm શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આ કેસમાં કામગીરી કરનાર અધીકારી-કર્મચારીઓમાં (૧) પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડ્યા (૨) પોલીસ સબ ઇન્સ. વી આર ચૌહાણ (૩) અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ (૫)અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ (૬)અ.પો.કો.સુરજસિંહ અજીતસિંહ (૩)આ.પો.કો. પ્રવિણસિંહ લાલસિંહ (૮)આ.પો.કો.વિજયકુમાર મણીલાલનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button