राष्ट्रीयઅરવલ્લી

યોગ્ય કાઉન્સિલિંગ કરી પરિવારમાં સુમેળ સાધી આપતી અરવલ્લી મહિલા અભયમ ટીમ…

પ્રતિનિધિ:કનુ (કરણ)વાળંદ-અરવલ્લી મોડાસા…..

અરવલ્લી જિલ્લામા ફરજ બજાવી રહેલ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર અને એમની ટીમ ફરજ ઉપર હાજર હોય, તે દરમિયાન પીડિત મહિલાનો કોલ 181 ટીમને મળતા અરવલ્લી 181ની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી પીડિતાબેનનુ કાઉન્સિલિંગ કર્યું હતું.

તે દરમ્યાન જાણવા મળ્યું કે તેમના માતા પિતા દ્વારા તેમને મારપીટ અને હેરાનગતિ થાય છે. ત્યારબાદ ટીમ દ્વારા તેમના માતાપિતા અને દાદા દાદી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેમની દીકરી ગામના જ એક છોકરા સાથે રિલેશનમાં છે અને તેમનુ કહ્યું માનતા નથી. અને ગામમા અમારે દીકરીને કઈ રીતે પરણાવવી તેવુ પરીવારના સભ્યોએ જણાવ્યુ હતુ.

ત્યારબાદ ટીમ દ્વારા તેમની દીકરીને સમજાવી. અને હાલ 12માં ધોરણમાં અભ્યાસ કરે છે તો ભણતરમાં ધ્યાન આપવા સમજાવ્યુ હતું. તેમજ તેમના માતાપિતાને દીકરી ઉપર હાથ ના ઉપાડવો અને પ્રેમથી વાતચીત કરી સમજાવવા કહ્યું હતું. અને દીકરીને પણ સમજાવેલ કે માતા પિતા પોતાની દિકરીનું ખરાબ ન જ  ઇચ્છે.

ત્યારબાદ દીકરીને અને તેમના માતા પિતાને સમજાવી કાયદાકીય પોલીસ સ્ટેશનની માહીતી આપી અને શાંતિથી રહેવા સમજાવી હતી અને સ્થળ પર જ સમાધાન કરાવી અને ફરીથી જરૂર પડે તો 181 ની મદદ લેવા જણાવ્યું હતું આમ મહિલા હેલ્પલાઇન ટીમની મદદથી એક યુવતીને નવજીવન મળ્યું છે..

Related Articles

Back to top button