અરવલ્લી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી નજીક રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્યારે રતનપુર નજીક રાજસ્થાનની હદમાં અકસ્માત થયો છે. ઉલ્લેખનીય છે કે, બેકાબૂ જીપ ટ્રક સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને તેમાં બેસેલા 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ બ્રેઇક ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરો ભરેલી ક્રૂઝર જીપની બ્રેઇક ફેઇલ થતા તે ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 3 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.




