જંગી બહુમતિથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને જીતાડવા અપીલ….
જંગી બહુમતિથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને જીતાડવા અપીલ....
પ્રાંતિજ વિધાનસભા અનુસૂચિત.જાતિ મોરચાનુ કાયઁકતાઁ સંમેલન મહાકાલી મંદિર પ્રાંતિજ ખાતે યોજાયુ હતું. જેમાં ઈડર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહજી પરમાર, સાંસદશ્રી દિપસિંહજી રાઠોડ, પૂવઁ મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ, પ્રદેશ અ.જા મોરચાના મહામંત્રીશ્રી દેવેનભાઈ વમાઁ, જિલ્લા અ.જા.મોરચાના પ્રમુખ રાજેશભાઇ પરમાર, મહામંત્રીશ્રીઓ ભાનુપ્રસાદ દેસાઈ, જગદીશભાઈ સોલંકી, રમેશભાઈ વણકર હાજર રહ્યાં હતા.

આ ઉપરાંત પ્રાંતિજ તાલુકા મહામંત્રીશ્રી અજુઁનસિંહ,જિલ્લા મંત્રી કિરણભાઈ રાજ, કે.કે.પટેલ , રમણભાઈ સોલંકી, હરેશભાઈ રાઠોડ, ધિરજભાઈ રાઠોડ, કમલેશભાઈ સુતરીયા, જિજ્ઞેશભાઈ મકવાણા ,પ્રશાંતભાઈ શ્રીમાળી, મુકેશભાઈ પંડ્યા, સરપંચો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો તથા કાયઁકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યાં હતા..

સમગ્ર કાયઁક્રમનુ સફળ આયોજન તથા સંચાલન પૂવઁ નગર .પાલિકા .પ્રમુખ અરવિંદભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.. આ કાયઁક્રમની સફળતા માટે તલોદ તાલુકા મોરચા પ્રમુખ નવનિતભાઈ વણકર, તલોદ શહેર પ્રમુખ દિલીપભાઈ ધાનેક, પ્રાંતિજ તાલુકા પ્રમુખ પુંજાભાઈ વણકર,પ્રાંતિજ શહેર પ્રમુખ રમેશભાઈ પરમાર તથા તેમની ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં હાજર તમામ વકતાઓએ સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓની માહિતી આપી હતી તથા જંગી બહુમતિથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને જીતાડવા અપીલ કરી હતી.




