राष्ट्रीयકચ્છ

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ…

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ...

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક  અંજાર વિભાગ અંજાર મુકેશ ચૌધરી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશનનાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રખાવી આવી બધી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર  એસ.ડી.સિસોદીયા નાઓ સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશનના વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , ગોપાલ શામરાભાઇ ગઢવી રહે . અંબેમાના મંદિરની બાજુમાં , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જાના વાડામાં ગેરકાયદે રીતે વિદેશીદારૂ રાખી તેના કુટુંબીભાઈ હરી વિસરામ ગઢવી રહે.વિજયનગર અંજાર વાળા સાથે મળીને વેચવાની પ્રવૃતિ કરે છે.

તેવી ચોક્કસ બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી કબ્જાના વાડામાંથી  મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે . હાજર ના મળી આવેલ આરોપીમાં : ( ૧ ) ગોપાલ શામરાભાઇ રહે . જુની કોર્ટ પાછળ અંબેમાંના મંદિરની બાજુમાં વિજયનગર , અંજાર ( ૨ ) હરી વિસરામ ગઢવી રહે.વિજયનગર અંજારનો સમાવેશ થાય છે.

કબ્જે કરેલ મુદામાલમાં ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની કંપની શીલબંધ બોટલો નંગ -૪૫ કિ.રૂ .૧૭,૧૦૦ ( ૨ ) બીયર ટીન ૫૦૦ મી.લી.ના કંપની શીલબંધ ટીનો નંગ -૮૫ કિ.રૂ .૮,૫૦૦ / * કુલ્લે કિ.રૂ .૨૫,૬૦૦ નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Related Articles

Back to top button