સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબના માર્ગદર્શન નીચે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામા આપી છે.
જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકીંગમાં આશાબા વે – બ્રીજ પાસે હતા તે દરમ્યાન એક છોટા હાથી ટેમ્પો જી. જે .૦૬ – એ.ઝેડ ૨૩૬૦ વાળુ સફેદ રંગનુ શંકાષ્પદ રીતે આવતા તેને ઉભુ રખાવી ચેક કરાતા તેના ઠાઠામાં ચોખા – ખાંડના પ્લાસ્ટીકના કટ્ટા ભરેલા હોઈ અને તેઓ પાસે આધાર કે બીલ ના હોઈ જેથી નીચે મુજબનો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ સાથે મળી ચારેય ઇસમોને સી.આર.પી.સી. ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી કાયદેસર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે .
પકડાયેલ ઇસમ : ( ૧ ) ગોવિંદ કાનજીભાઈ ધૈડા ઉ.વ .૨૨ રહે.મ.ન .૪૩ પાંચવાડી આદિપુર તા.ગાંધીધામ ( ૨ ) દેવલબેન મનજીભાઈ ધુવા ઉ.વ .૬૫ રહે .૧ / એ અલંકી સોસાયટી મ.ન .૨૩૫ આદિપુર તા.ગાંધીધામ ( ૩ ) કેશરબેન મનજીભાઈ સીજુ રહે મ.ન .૧૫૧ અલંકીસોસાયટી આદિપુર તા.ગાંધીધામ ( ૪ ) સુરેશ રામજીભાઈ ધૈડા ઉ.વ .૩૨ રહે ૧ / એ આદિપુર ઝુપડા આદિપુર તા ગાંધીધામનો સમાવેશ થાય છે.
કબ્જે કરેલ મુદામાલમાં : ( ૧ ) ચોખાના કટ્ટા નંગ -૨૫ કુલ્લે વજન ૫૯૦ કિ.ગ્રા જેની કિ.રૂ .૧૪,૭૫૦ / ( ૨ ) ખાંડના કટ્ટા નંગ -૧૫ કુલ્લે વજન ૭૦૦ કિ.ગ્રા જેની કિ.રૂ .૧૦,૫૦૦ / ( ૩ ) રજી નંબર જી.જે .૦૬ – એ.ઝેડ .૨૩૬૦ વાળુ જેની કિ.રૂ .૧,૫૦,૦૦૦ / * કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧,૭૫,૨૫૦ / નો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




