પશુપાલકો આનંદો…આપણી સાબર ડેરીએ દૂધના ભાવમાં કરી આપ્યો વધારો…
પશુપાલકો આનંદો...આપણી સાબર ડેરીએ દૂધના ભાવમાં કરી આપ્યો વધારો...
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે. હિંમતનગર સ્થિત સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કર્યો છે, જે ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ડેરીની નિયામક મંડળની મિટીંગમાં આ પશુપાલોકના હિતમાં નિર્ણય લેવાયો છે.
સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ભેંસના દૂધના જૂના ભાવ 840 હતી જે હવે 850 કરાયા છે એટલે કે, 10 રૂપિયા ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે. દૂધના ભાવમાં વધારા કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
જો કે, એક તરફ પશુઓના ઘાસચારા અને દાણમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેના પગલે પશુપાલકોને આ ભાવ વધારા મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ વાત એ છે કે, આ 10 રૂપિયાના વધારાથી 3.50 લાખ પશુપાલકોના ખીસ્સામાં દર મહિને 6 કરોડ રૂપિયા વધુ જશે




