sabarkathaराष्ट्रीय
આંગણવાડી અને તેડાઘર બહેનોની લાગણી અને માંગણી- હમારી ભી સુનો માઇ-બાપ..
આંગણવાડી અને તેડાઘર બહેનોની લાગણી અને માંગણી- હમારી ભી સુનો માઇ-બાપ..
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 13 દિવસથી આંગણવાડી કર્મચારીઓ પોતાની ૧૦ જેટલી પડતર માંગણીઓને લઈને હડતાલ પર છે. આંગણવાડી અને તેડાઘર બહેનો પહેલી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર છે.
સરકારમાં પોતાની પડતર માંગણીઓને લઈને તેમણે સુત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી…. તેઓ આજે ઈડર ખાતે રેલી યોજી વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે પોલીસે કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે તેમની અટકાયત કરી હતી.જો કે ઈડર પોલીસે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોની કરી અટકાયત કરતા મામલો બિચક્યો હતો. સુરક્ષાના કારણોસર. તમામ મહિલા કાર્યકરોને ઈડર પોલીસ મથકે લઈ જવાઈ હતી.




