राष्ट्रीय

અમિતભાઇની ગેરંટીઃ ભાજપને 370 અને એનડીએ 400 કે પાર…કોઇ સસ્પેન્સ નહીં…લખી રાખો…

અમિતભાઇની ગેરંટીઃ ભાજપને 370 અને એનડીએ 400 કે પાર...કોઇ સસ્પેન્સ નહીં...લખી રાખો...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેમણે સોમવારે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં અનેક જાહેર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર “ખાડા ખોદવાનો” આરોપ મૂક્યો હતો અને તેમણે કહ્યું હતું કે, NDA આ વર્ષે સામાન્ય ચૂંટણી જંગી સીટોથી જીતશે.

શાહે દાવો કર્યો હતો કે, 2024 ની લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 400 સીટોને પાર કરશે તેમાં કોઈ શંકા નથી. “હું ગઈ કાલે કર્ણાટકમાં હતો. જાન્યુઆરીમાં હું દેશના 11 રાજ્યોમાં ગયો. દરેક રાજ્યમાં, લોકસભા ચૂંટણી પર કોઈ સસ્પેન્સ નથી, ભાજપ 370 સીટો જીતશે અને એનડીએ 400 સીટોને પાર કરશે.”

ત્રણ લોકસભા મતવિસ્તારોમાં રૂ. 891 કરોડની જાહેર યોજનાઓ અને રૂ. 1,059 કરોડના 26 અન્ય કામોના ઉદ્ઘાટનના ભૂમિપૂજન સમારોહને ચિહ્નિત કરતાં શાહે શનિવારે રૂ. 2,993 કરોડની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ 1 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન કર્યું હતું, અને PM મોદીની પ્રશંસા કરી હતી.

અમિત શાહે કહ્યું, “જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તેઓ 100 ફ્લેટ આપતા અને 10,000 ની ભીડ એકઠી કરતા. પીએમ નરેન્દ્ર મોદીએ 1 લાખ મકાનો આપ્યા અને આજે એ મકાનોમાં ગરીબો રહે છે. જે લક્ષ્યો વિશે બીજાઓએ વિચાર્યું પણ નહોતું કે કલ્પના પણ કરી ન હતી, તે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ પૂરા કર્યા છે. આ 10 વર્ષોમાંથી પાંચ વર્ષ કોંગ્રેસે ખોદેલા ખાડા પૂરવામાં ખર્ચાયા, પાંચ વર્ષ તેને સમતળ કરવામાં ખર્ચ્યા અને જો તમે તેમને ત્રીજી વખત પીએમ બનાવશો તો તમને ઝડપી વિકાસ જોવા મળશે.

શાહે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે પીએમ મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “લગભગ 500 વર્ષથી, આ દેશનો દરેક નાગરિક વિચારી રહ્યો હતો કે, અયોધ્યામાં રામ મંદિર ક્યારે બનશે.”

Related Articles

Back to top button