પોલીસનો ગજબનો ખેલ- ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર લાખોનું ઉઘરાણું..? લોકચર્ચા..
પોલીસનો ગજબનો ખેલ- ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર લાખોનું ઉઘરાણું..? લોકચર્ચા..
અગાઉ સાબરકાંઠા પોલીસ ગેરકાયદે દારૂમાં બદનામ થઇ ગઇ છે. આવા કેસો અને કિસ્સામાં પોલીસના માથે ઘણાં માછલાં ધોવાયા છે,.લાંચના કેસમાં જિલ્લાની પોલીસ બદનામ થઇ છે અને આટલુ ઓછુ હોય તેમ પોલીસ ખાતાનાં કેટલાક ચોક્ક્સ પરિબળો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામને વટાવીને તેમને અંધારામાં રાખીને દિવાળીની ઉઘરાણી કરી હોવાની જોરદાર ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. જો કે આ ઉઘરાણીમાં પણ મોટી રકમ સગેવગે કરીને હોવાનું મનાય છે.
પોલીસ ખાતામાં એક એવી સામાન્ય છાપ રહેલી છે કે દિવાળી આવે એટલે નાની મોટી ઉઘરાણી કરવી. જેમાં કોઇ પ્રેમથી આપે કે કોઇ નાછૂટકે સાબરકાંઠા પોલીસની કહેવાય છે કે જિલ્લાના મોટા પોલીસ અધિકારીઓના નામે ઉઘરાણું કરી મસ મોટી રકમ સગેવગે કરી ખિસ્સા ભર્યાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાની છાપને દાગ ન લાગે માટે તેની ખાનગીમાં તપાસ કરીને જે તે પોલીસકર્મીની સામે કાર્યવાહી કરીને તેને ખુલ્લો પાડવો જોઇએ. જેથી બીજીવાર તે આવી હરકત કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને બદનામ ના કરે.
દિવાળી આવતા જ સાબરકાંઠા પોલીસના અલગ અલગ ખાતા જેવા કે એલ સી બી , એસઓજી , ટ્રાફિક તેમજ છુટા છવાયા પોલીસ પોલીસ સ્ટેશનોએ ઉચ્ચ અધિકારીઓના નામે બજારમાંથી બે નંબરનો ધંધો કરતા લોકો પાસેથી મસમોટી રકમ ઉઘરાવીને તેમ જ પોતાના મળતીયાઓમાં અંદરો-અંદર વહેંચણી કરી ખિસ્સામાં મૂકી હોય તેવું અત્યારે શહેરમાં ચર્ચાનું પાત્ર એટલે કે ટોક ઓફ ધી ટાઉન બની છે.
જો કે આ સમગ્ર ઉઘરાણાં અંગે ઉચ્ચ અધિકારી કાંઈ જાણતા નથી. તેમની જાણ બહાર તેમના નામે આ ઉઘરાણાંનો ખેલ પાડવામાં આવ્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે.
આ અગે એક જાગૃત નાગરીકે ગૂજરાત રાજ્યના ગૃહમત્રી તથા રાજ્ય પોલીસ વડા અને એસીબી આ ઉઘરાણા અગેની લેખિત જાણ કરતા ઉચ્ચ અધિકારીઓએ ખાનગી રાહે તપાસના ચકો ગતિમાન કર્યાં છે જેથી સાબરકાઠા જીલ્લા પોલીસના ઉઘરાણાં વહીવટદારોંમા ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રતિનિધિ:જીગ્નેશભાઈ સોની…




