ભાજપની ગૌરવયાત્રાના બેનરમાં સરકારી અધિકારીનો ફોટો…! છબરડો કે પછી…?
ભાજપની ગૌરવયાત્રાના બેનરમાં સરકારી અધિકારીનો ફોટો...! છબરડો કે પછી...?

સાબરકાંઠામાં ઈડર શહેરનું સંચાલન કરનાર ઈડર નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવેલ મસ મોટા જાહેરાતનાં બોર્ડમાં છબરડા હોવાનું બહાર આવ્યું છે….
ખાસ કરીને વર્તમાન ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી પ્રચાર અર્થે નિકળેલી ભાજપની ગૌરવ યાત્રાના બોર્ડમાં આ છબરડા થયાં હોવાનું બહાર આવ્યું છે….
ગૌરવ યાત્રા ભાજપની રાજકીય છે છતાં તેમાં પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારીનો ફોટો અને હોદ્દા સાથે નામ બોર્ડ પર લખાતા ચર્ચાનો વિષય બન્યો છે..તિરંગા સર્કલ ખાતે લગાવવામાં આવેલ જાહેરાત બોર્ડમાં ચૂંટાયેલ સભ્યો હોદેદારો સાથે સરકારી અધિકારીનો ફોટો જોવા મળતાં લોકો તે અંગે સવાલો કરી રહ્યાં છે….
કેમ કે સરકારી નોકરી કરતા અધિકારીનો ફોટો અને હોદ્દા સાથે નામ ભાજપનાં બેનરોમાં કઇ રીતે હોઇ શકે..? શું સરકારી અધિકારીઓ પણ ભાજપના કાર્યકરો છે..? લોકોએ પાલીકા સામે અનેક સવાલો કર્યી છે. સામાન્ય રીતે કોઇપણ સરકારી કર્મચારીનો ફોટો અને હોદ્દા સાથે નું નામ રાજકીય પક્ષ નાં પ્રચાર પ્રસારમાં જોવા મળતુ નથી. તેમ છતાં ગૌરવ યાત્રાના સ્વાગત માંટે લાગેલ બોર્ડમાં છબરડા થયાં કે જાણીજોઇને કરવામાં આવ્યું છે..? કાલે ઉઢીને કલેકટરનો ફોટો રાજકીય પક્ષના બેનરમાં લગાવી દેવામાં આવે તો..?




