વીર શહિદ દેવજીભાઈ મહેશ્વરીજીની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા શહેરના સુખદધાર વિસ્તારથી શ્રધ્ધાંજલિ માર્ચનુ આયોજન કરાયુ હતું. જે “દેવજીભાઈ અમર રહો..” ના નારા સાથે સેલારી નાકા, બસ સ્ટેશન, દેનાબેંક ચોક, વિકાસ વાડી , સહિત શહેરના વિવિધ માર્ગે ફરીને બંધારણના ઘડવૈયા એવા મહામાનવ ડૉ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાએ અભિવાદન કરીને દેવજીભાઈના સમાજ પ્રત્યેના બલિદાનો તેમજ ક્રાંતિકારી કાર્યોને યાદ કરાયા હતા.
તેમજ આ પ્રસંગે સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે મહા પુરુષોના આંદોલનને સફળતા અપાવવા સમગ્ર સમાજે એક થઈને રહેવું પડશે. દેવજીભાઈ મહેશ્વરી એ હંમેશા સમાજને જોડવાનું કાર્ય કર્યું હતું . સમાજ પર થતા અન્યાય અત્યાચારો અટકાવવા તેમજ સમાજના હક્ક અધિકારોની લડાઈ લડી સફળ થવા માટે સામાજિક મંચને વધારે મજબૂત બનાવવા યુવાઓને વિનંતી કરી હતી .
આ વેળાએ રવજીભાઈ મેરીયા, મહાદેવભાઈ બગડા , રવજીભાઈ ભટ્ટી, હરેશભાઈ રાઠોડ, મુકેશભાઈ જાદવ , સહિત આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




