એલસીબી પોલીસની સક્રિય કામગીરીઃ બેટરી ચોરતી ગેંગ ઝડપાઇ, 2 લાખનો મુદ્દામાલ પણ જપ્ત…
જીજ્ઞેશ સોની…..
હિંમતનગરમાં બાયપાસ રોડ પર દુકાનમાંથી બેટરીની ચોરી કરનારા ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, ચોરીની 40 બેટરીઓ મળી રૂ.2.04 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે..

વિગતે જોઇએ તો પોલીસના જણાવ્યાં પ્રમાણે, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇલોલ ચાર રસ્તા બાયપાસ પર આવેલ એક બેટરીની દુકાનમાંથી આઠ દિવસ અગાઉ અજાણ્યા શખસો બેટરીની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ચોરીના આ ગુનામાં વપરાયેલ એક કારને શોધી લઇ વધુ તપાસ કરતા બેટરીની ચોરીમાં સંડોવાયેલા ગોધરા ગેંગના ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી અંદાજે રૂપિયા 2.04 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ માટે પકડાયેલા આ ચારેયને હિંમતનગર ગ્રામ્ય પોલીસને હવાલે કરાયા હતા.
આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ(એલસીબી)ના પીએસઆઇ ડી.સી.પરમાર એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 2 એપ્રિલના રોજ ઇલોલ ચાર રસ્તા પાસે આવેલ એક બેટરીની દુકાનમાંથી થયેલી ચોરી અંગે તપાસ કરી રહ્યાં હતા. ત્યારે CCTV ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ કરતા ચોરીમાં GJ-01-HL-0432 નંબરની કાર ઉપયોગમાં લેવાઇ હોવાનુ સામે આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે આ અંગે વધુ તપાસ કરતા તેમાં આ કાર ગોધરાના સાહિદ અહેમદ હોરા, સાજીદ બીલાલ ડમરી તથા તૈફીક અયુબની સંડોવણી હોવાનુ બહાર આવ્યા બાદ પોલીસે આ ત્રણેય જણાની પુછપરછના આશયથી અટકાત કરી લીધી હતી.
ત્યારબાદ તેમની વધુ પુછપરછ કરતા બેટરીની ચોરીમાં સિરાજ મોહમદ મીઠાભાઇ (રહે.પોલન બજાર, ગોધરા)ની સામેલગીરી હોવાનુ કબુલ્યા બાદ સાબરકાંઠા એલ.સી.બી.એ ગોધરા ગેંગના આ ચાર જણા પાસેથી રૂપિયા 99,500ની કિંમતની 40 બેટરી, રૂ.5000નો મોબાઇલ, 2 ગણેશીયા-એક પ્રકારનું હથિયાર-, રૂ.1,00,000ની કાર મળી કુલ રૂ.2,04,750 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને પકડાયેલા શખ્સોને વધુ તપાસ માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસને હવાલે કરાયા હતા.




