राशिफलહિમતનગર

નાગરિકોની વાત ન સાંભળીને આખરે અકસ્માત સર્જાયો, જાગો હાઇવે ઓથોરીટી જાગો..!

નાગરિકોની વાત ન સાંભળીને આખરે અકસ્માત સર્જાયો, જાગો હાઇવે ઓથોરીટી જાગો..!

હાઇવે ઓથોરીટી સમક્ષ સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી કે  રસ્તા પર જે ખાડાખૈયા પડ્યા છે તેનું તાત્કાલિક સમારકામ કરાવો નહીંતર કોઇ અક્સ્માત સર્જાશે. હાઇવે સત્તાવાળાઓ ન જાગ્યા પણ એક અકસ્માત ચોક્કસ સર્જાયો છે.

વિગતે જોઇએ તો, હિંમતનગર આર.ટી.ઓ ચાર રસ્તા પર મગફળી ભરેલું ટ્રેકટર પલટી ખાઇને ગબડી ગયું હતું.

જે હાઇવે પર પડેલા ખાડાને કારણે ટ્રેકટર પલટી મારી ગયું હતું. પરિણામે ટ્રેકટરમાં ખેડુતની લાખોની કિંમતની મગફળી પાણીમાં વહી ગઇ હતી.

અને વરસાદી પાણીમાં મગફળી ચારેતરફ તરવા માંડી હતી. આમ હાઇવે ઓથોરીટીની ભુલનો ભોગ ખેડુત બન્યો હતો. આટલી મોટી ઘટના છતાં હાઇવે સત્તાવાળાઓએને કોઇ એઅસર થઇ હોય તેમ જણાતું નથી.

Related Articles

Back to top button