શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર દોડતી બસમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો છે. શહેરના ડિંડોલીના સાંઈ પોઈન્ટ વિસ્તારનો બનાવ છે, જ્યાં દોડતી બસમાં આગ લાગી હતી. ચાલુ બસમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી. જોકે, સમયસર બસ ઊભી રાખતા જાનહાનિ ટળી છે. બસમાં લાગેલી આગને બુજાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જ્યારે બસમાં કોઇ અગમ્યકારણોસર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને પગલે સ્થાનિકો લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
નોંધનીય છે કે, ગઇકાલે સુરતના કતારગામના ગજેરા સર્કલ પાસે બેફામ BRTSએ વધુ એકનો ભોગ હતો. 2 BRTS બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. અકસ્માત અંગે BRTS બસ ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે.




