sabarkatha
અકસ્માતઃ ઇડરમાં કન્ટેનરની અડફેટે આવતા રાહદારી વૃધ્ધનું મોત….
અકસ્માતઃ ઇડરમાં કન્ટેનરની અડફેટે આવતા રાહદારી વૃધ્ધનું મોત....
સાબરકાંઠામાં અકસ્માતની વધુ એક ઘટના બની છે.જેમાં ઈડર તિરંગા સર્કલ ખાતે થયેલ અકસ્માતના બનાવમાં એક વૃદ્ધનું મોત નિપજ્યુ હતું…
વિગતે જોઇએ તો, ઇડરમાં કન્ટેનર ટ્રેલરનું ટાયર ફરી વળતા રાહદારીનો પગ કચડાયો હતો. રાહદારીને સારવાર માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જો કે ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું. રાહદારીની ઓળખ 70 વર્ષીય કરશનભાઈ ગોવાભાઇ પરમાર તરીકે જાહેર થઇ હતી.
અકસ્માતમાં ગંભીર ઇજાઓ બાદ મૃત્યુ થતાં વૃદ્ધની લાશને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.એમ કહેવાય છે કે રોડ અક્સ્માતમાં વાહન ચાલકની બેદરકારીને કારણે વૃદ્ધનું મોત થતા ભારે રોષની લાગણી જોવા મળી હતી. જો કે ઈડર પોલીસ ધટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે….




