સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગર શહેરના ટાવર નજીક રેલવે ઓવર બ્રિજ પર બે બસો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જો કે સદનશીબે કોઇને ઇજા પહોંચી નથી…
વિગતે જોઇએ તો, હિંમતનગર પાલિકાની સીટી બસ અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મહાવીરનગરથી 12 વિધાર્થીઓને રાબેતા મુજબ બેસાડી ટાવર તરફ જતી ગણપત યુનિવર્સિટીની બસ અને ટાવરથી મહાવીરનગર જતી એસટી બસ વચ્ચે થયો આ અકસ્માત બન્યો હતો….
સીટી બસમાં માત્ર ચાલક અને કંડકટર જ હતા. જ્યારે ગણપત યુનિવર્સિટીની બસમાં દરરોજ 56 વિધાર્થીઓ હોય છે પરંતુ આજે માત્ર 12 વિધાર્થીઓ જ હતા..
અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર નગરપાલિકાના સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિગતો મેળવીને કાર્યવાહી હાથ ધરી હતી….




