કિશોરી મેળામાં અભયમ 181 સેવાને મળ્યો સારો આવકાર….!
કિશોરી મેળામાં અભયમ 181 સેવાને મળ્યો સારો આવકાર....!

સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાંઆવી હતી. બે દિવસ દરમ્યાન યોજાયેલા કિશોરી મેળામાં અન્ય સ્ટોલની સાથે અભ્યમ 181નું પણ સ્ટોલ રાખવામાં આવ્યું હતું. જેની મુલાકાતે મોટી સંખ્યામાં કિશોરીઓ-મહિલાઓ આવી હતી અને સરકારની આ હેલ્પલાઇન કઇ રીતે કામ કરે છે તે જાણવા માંગ્યું હતું.
નોંધનીય છે કે 181 અભયમ મહિલા હેલ્પની કામગીરી વખણાઇ રહી છે. સાબરકાંઠામાં પણ મકવાણાસુરેખાબેન એએસઆઇ પન્નાબેન તથા ડ્રાઇવર મહેશભાઇ દ્વારા 181 અભયમ સેવાની કામગીરીની સવિસ્તાર માહિતી મુલાકાતી કિશોરીઓને મહિલાઓને આપવામાં આવી હતી અને તેમના મોબાઇલ ફોનમાં અભયમ હેલ્પ લાઇન ડાઉનલોડ કરાવીને કોઇપણ મુશ્કેલી વખતે ફોન કરવાની સલાહ આપવામાં આવી હતી. અભયમની ટીમે 181 દ્વારા કઇ રીતે પિડિતાઓને બચાવવામાં આવી તેના દાખલા આપવામાં આવીને તેમનામાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કરાયો હતો અને તેને સારો આવકાર મળ્યો હતો.




