राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લીમાં આવુ થયું-2500ની ઉઘરાણીમાં હાથ જ કાપી નાંખ્યો…

અરવલ્લીમાં આવુ થયું-2500ની ઉઘરાણીમાં હાથ જ કાપી નાંખ્યો...

અરવલ્લી: બાયડ રોડ પર યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. દિવાળીની રાતે જ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 2500 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન પર હુમલો કરી તેનો હાથ કાપી નાંખવામાં આવ્યો છે. હાલ યુવાનને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવાળીની રાતે અનેક જગ્યાએ રક્ચરંજિત ઘટનાઓ સામે આવી છે, ત્યારે અરવલ્લીના બાયડ રોડ પર પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. દિવાળીની મોડી રાતે આરોપી અને ઇજાગ્રસ્ત યુવાન વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કર્યો હતો. શૈલેષ બારોટ નામના શખ્સે પૈસાની લેતીદેતીમાં યુવક પર હુમલો કર્યો હતો. માત્ર 2500ની ઉઘરાણીની બાબતમાં યુવકનો હાથ કાપી નાખ્યામાં આવ્યો છે. ઘટનામાં ઘાયલ યુવકને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયો છે. જે બાદ બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button