વિજયનગરમાં આપ પાર્ટીના યુવરાજસિંહે તરખાટ મચાવ્યો..ભાજપમાં હલચલ..
રિપોર્ટર :લલિત ડામોરસાબરકાંઠા..
સાબરકાંઠામાં વિજયનગરમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાનો રાજકીય પ્રવાસનું આયોજન થયું છે..

સરકારી નોકરીઓમાં ભરતીના પેપર લીક થયાના કૌભાંડો યુવરાજસિંહ દ્વારા બહાર પાડવામાં આવતા હતા અને સરકારને કેટલીય પરીક્ષાઓ રદ્દ કરવાની ફરજ પડી હતી. એ યુવરાજસિંહ રોજગાર ગેરન્ટી યાત્રા લઈને વિજયનગરમાં આવતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,…
વિજયનગર ચિઠોડા પંથકના યુવાનોનું આપ પાર્ટીને સમર્થન આપવામાં આવ્યું છે પરિણામે ભાજપ માટે વિજયનગરમાં મુશ્કેલીઓ વધી શકે છે..ભાજપે તેનાથી સાવધાન થઇ જવુ જોઇએ એવી લાગણી સ્થાનિક ભાજપ કાર્યકરોમાં જોવા મળી રહી છે.
આપ પાર્ટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો, સહિત અનેક જોડાયા છે.ખાસ કરીને રોજગારી ઇચ્છુક યુવાનોને લઇ આમ આદમી પાર્ટી સક્રિય બની છે.જેમાં ગુજરાત બિરસા મુંડા અધ્યક્ષ બીપીનભાઈ ગામેતી. અરુણાબેન ગામેતી, રણજીતભાઈ મોડિયા હાજર રહ્યા હતા…




