અમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચ યાદી જાહેર કરી દીધી છે. ત્યારે આજે છઠ્ઠી યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં રાપરથી અંબાલાલ પટેલને તો મહેસાણામાંથી ભગત પટેલના નામ જાહેર કરવામાં આવી છે.
આપના ઉમેદવારોની છઠ્ઠી યાદી પર નજર કરીએ તો..
આપે જાહેર કરેલી યાદીમાં વડગામમાંથી દલપત ભાટિયા, વીજાપુરમાંથી ચિરાગભાઇ પટેલ, ભીલોડા રૂપસિંગ ભગોડા, બાયડમાં ચુન્નીભાઇ પટેલ, પ્રાંતિજમાં અલ્પેશ પટેલ, ઘાટલોડિયા વિજય પટેલ, જૂનાગઢમાંથી ચેતન ગજેરા, વિસાવદરમાંથી ભુપત ભાયાણી, બોરસદમાંથી મનીષ પટેલ સહિત કુલ 20 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
બેઠક ઉમેદવાર
રાપર અંબાભાઈ પટેલ
વડગામ દલપત ભાટિયા
મહેસાણા ભગત પટેલ
વિજાપુર ચિરાગ પટેલ
ભિલોડા રૂપસિંહ ભગોડા
બાયડ ચુનીભાઈ પટેલ
પ્રાંતિજ અલ્પેશ પટેલ
ઘાટલોડિયા વિજય પટેલ
જૂનાગઢ ચેતન ગજેરા
વિસાવદર ભૂપત ભાયાણી
બોરસદ મનિષ પટેલ
આંકલાવ ગજેન્દ્રસિંહ
ઉમરેઠ અમરીશભાઈ પટેલ
કપડવંજ મનુભાઈ પટેલ
સંતરામપુર પર્વત વાગોડિયા ફૌજી
દાહોદ પ્રો. દિનેશ મુનિયા
માંજલપુર વિરલ પંચાલ
સુરત ઉત્તર મહેન્દ્ર નાવડિયા
ડાંગ સુનિલ ગામીત
વલસાડ રાજુ મર્ચા




