sabarkathaराष्ट्रीय
ધરોદ ગામે ત્રિ-દિવસીય ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે……
ધરોદ ગામે ત્રિ-દિવસીય ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે......
વડાલી તાલુકાના ધરોદ ગામે આગામી તા.26 થી 28 નવેમ્બર સુધી નવનિર્મિત શિખરબધ્ધ્ શ્રી અમરેશ્વર મહાદેવ, શ્રી રામચંદ્રજી પરિવાર તથા દેવડા રાજપૂત પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંતશ્રી તુલસીદાસ મહારાજના સાનિધ્યમાં તથા શાસ્ત્રી શ્રી નવીનભાઈ જોષી આચાર્યશ્રી (ચોટાસણવાળા)ના માર્ગદર્શન હેઠળ યોજાનાર છે.
આ પ્રસંગે ભજન- સત્સંગ તથા રાસ ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.




