સેવાભાવી સંસ્થાઓ અને નાડીવૈદ્યના સહકારથી કેન્સર નિદાન કેમ્પનું ખાસ યજન કરાયું…
સેવાભાવી સંસ્થાઓ અને નાડીવૈદ્યના સહકારથી કેન્સર નિદાન કેમ્પનું ખાસ યજન કરાયું...
નાડી વૈધ અજુઁનબાપુ દ્રારા અને સંગમ સેવા સંસ્થાન, વિનોબાભાવે સેવા સંસ્થાન, આશિઁવાદ સેવા ટ્રસ્ટ, હરપલ સેવા સંસ્થાના સહયોગથી સંગમ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને વિનોબાભાવે સેવા સંસ્થાનના કાયાઁલય પર કેન્સર નિદાન અને સારવાર નિશુલ્ક અને અન્ય તમામ પ્રકારના દદીઁઓનું નિદાન ફ્રી કરવામાં આવ્યું હતું અને દવાઓ રાહત દરે ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી.

કેમ્પમાં કેન્સરના દદિઁઓએ લાભ લીધો સાથે સાથે અન્ય દદીઁઓને પણ વૈધબાપુએ તપાસીને રાહત દરે દવાઓ આપી હતી.
આ રાહત કેમ્પમાં જાણીતા પત્રકાર અને સંપાદકશ્રી કૌશિકભાઈ સિંધવાણી, વિનોદ બ્રહમભટ્ટ, જગદીશભાઈ રાવળ અને રઝાકભાઇ મનસુરી ખાસ હાજર રહયાં હતા.
અમદાવાદ થી કિરણ મોદી પણ હાજર રહી આ માનવીય સેવા યજ્ઞમાં જોડાયા હતા. વૈધ અજુઁનબાપુને સ્મૃતિચિહ્ન તરીકે વિનોદ બ્રહમભટ્ટ દ્રારા કટાર અને લાકડી ભેટમાં આપવામાં આવી હતી.

અજુઁનબાપુ દ્રારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તેમણે કેન્સરના દદીઁને આજીવન દવાઓ નિશુલ્ક આપવામાં આવશે તેમ જણાંવ્યું હતું.
વિનોબા ભાવે સેવા સંસ્થાનના કાયાઁલય પર પણ બાપુએ પેશન્ટને તપાસ્યા હતા અને મેડીસીન પણ રાહત દરે પુરી પાડી હતી.
આગામી સમયમાં કેન્સરમુકત ભારત અભિયાનમાં સંસ્થાઓ સેવા કાયઁમાં જોડાય તેવી અપીલ પણ શ્રી અજુઁનબાપુએ સાર્વજનિક હિતમાં કરીને સૌ કોઇને આમંત્રણ આપ્યું હતું.




