sabarkathaराष्ट्रीय

બનાવટી દવાનો રેલો ભમભમ કરતો ઇડર સુધી પહોંચ્યો…..જથ્થો જપ્ત કરાયો…

બનાવટી દવાનો રેલો ભમભમ કરતો ઇડર સુધી પહોંચ્યો.....જથ્થો જપ્ત કરાયો...

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યમાંથી 1.75 કરોડની બોગસ એન્ટીબાયોટિક દવાઓનો જે જથ્થો    ઝડપી પાડ્યો હતો હવે નકલી દવાઓનો રેલો ઇડર સુધી પહોંચ્યો અને  બે પેઢીઓને ઝડપી જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

હાલમાં બનાવટી દવાઓનો જથ્થો ગેરકાયદેસર રીતે વગર પરવાને બનાવટી બનાવતી દવાઓ બનાવતી અમદાવાદને ચાંગોદરને ફાર્માં કેમ ફેક્ટરીના દિવ્યેશભાઈ જાગાણી નામના વ્યક્તિએ અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી એન્ટિબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી હતી.

ફાર્મા કેમના માધ્યમથી મે. લે .પાઈકન લિમિટેડ માર્કેટિંગ પેઢીને બનાવતી  સપ્યુરીસ એન્ટિબાયોટિક્સ સહિતની દવાઓ ઉત્પાદન કરી વેચાણ કરતા હતા. તેને ઝડપી પાડ્યા બાદ હવે તપાસનો રેલો ઇડર સુધી પહોંચ્યો હતો અને ઇડરને જેડી ફાર્મા અને કેસર ડ્રંગ એજન્સીમાંથી બોગસ એન્ટ્રી બાયોટિક દવાઓનો જથ્થો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

જે હોય તે પણ વાત એ છે કે સ્થાનિક તંત્ર આ બાબતથી અજાણ  હોય તેવુ એક ચિત્ર ઉપસી રહ્યું છે  અને આવું કંઈ જાણતી પણ ન હોય તો તે અંગે એમ જ કહેવુ પડે કે  છે ને નવાઈ લાગે તેવું….!

Related Articles

Back to top button