આનંદીબેન પટેલનું ઘોર અપમાન, મૃતક કર્મચારીને તેમના કાર્યક્રમમાં સુરક્ષાની ફરજ સોંપાઇ….
આનંદીબેન પટેલનું ઘોર અપમાન, મૃતક કર્મચારીને તેમના કાર્યક્રમમાં સુરક્ષાની ફરજ સોંપાઇ....
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મૂળ ગુજરાતી તથા ગુજરાતની પૂર્વ સીએમ આનંદીબેન પટેલ થોડા સમય પહેલા બલિયા ગયા હતા. સીએમઓ કચેરીએ લાંબા સમય પહેલાં મૃત્યુ પામેલા કર્મચારીને ફરજ સોંપી હતી. આ વાત બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. ત્યારે આ મામલે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી.
એક સમાચાર એજન્સી અનુસાર, હવે રાજ્યપાલના કાર્યક્રમમાં મૃત કર્મચારીને ફરજ પર મૂકવા બદલ ચીફ મેડિકલ ઓફિસર (CMO) ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.
લખનૌઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ થોડા સમય પહેલા બલિયા ગયા હતા. સીએમઓ કચેરીએ લાંબા સમય પહેલાં મૃત્યુ પામેલા કર્મચારીને ફરજ સોંપી હતી. આ વાત બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. ત્યારે આ મામલે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી.
સમાચાર એજન્સી ભાષા અનુસાર, હવે રાજ્યપાલના કાર્યક્રમમાં મૃત કર્મચારીને ફરજ પર મૂકવા બદલ ચીફ મેડિકલ ઓફિસર (CMO) ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.
મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયપતિ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, CMO ઑફિસના આશુ ક્લાર્ક બ્રિજેશ કુમારને શનિવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અધિક નિયામકની ઑફિસ, આઝમગઢથી આદેશ આપવામાં આવ્યો છે




