sabarkathaराष्ट्रीय
સાબરકાંઠા બેઠક માટે વઘુ એક ઉમેદવારે ફોર્મ ભરવાની કરી જાહેરાત…
સાબરકાંઠા બેઠક માટે વઘુ એક ઉમેદવારે ફોર્મ ભરવાની કરી જાહેરાત...
સાબરકાંઠામાં ઉનાળાની ગરમીની સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અને ચૂંટણી લડવાની મોસમમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ તૈયાર હોય તેમ સાબરકાંઠા બેઠક પર વધુ એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી હતીં.
વિગતે જોઇએ તો, શિક્ષણ જગત સાથે જોડાયેલા આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. તેમનું નામ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અને તેઓ ૧૮ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવશે.
તેમના કહેવા પ્રમાણે, ૧૮ એપ્રિલ સવારે ૯:૩૦ વાગે રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરશે અને ભુપેન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ ભરવાની જાહેરાત કરતા ભાજપ-કોગ્રેસમાં સોપો પડી ગયો છે.




