42 દીક્ષાર્થીઓએ “આયુષ્માન સિંહલ બોધિધર્મન” દ્વારા બુદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી
રાહુલ સિંહલ હિંમતનગર...
તારીખ:- 14/10/2022 ધમ્મચક્રના દિવસે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં એક ભવ્ય “બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા” સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “મહા ગુજરાત બૌદ્ધ સંઘ” તેમજ “બુદ્ધ સાહેબ ધમ્મ સંઘ ઇડર” દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 42 દીક્ષાર્થીઓને દીક્ષાદાયક “આયુષ્માન સિંહલ બોધિધર્મન” દ્વારા બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી.
વિગતે જોઈએ તો, આ કાર્યક્રમ કાયદાકીય ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 2003 તેમજ અધિનિયમ 2008 મુજબ કરવામાં આવ્યો હતો.. અને તેમણે સર્વ દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘ અને બૌદ્ધ સાહેબ સંઘ વતી ખુબ ખુબ સાધુવાદ પાઠવ્યાં હતા
વધુમાં મહા ગુજરાત બૌદ્ધ સંઘના સિંહલ બોધિધર્મન સાહેબે જણાવ્યું હતું કે અમો અત્યાર સુધીમાં જુદા જુદા જિલ્લાઓમાં વધુ પાંચ કાર્યક્રમ કર્યા અને આવનાર 6.11.22 ઉત્તરાખંડમાં, 26.11.22 રાજકોટ સવારે.અને 26.11.22 અમદાવાદમાં પણ અમારો દીક્ષા કાર્યક્રમ યોજાવાનો છે અને દીક્ષાર્થીઓને જ્યાં સુધી સરકારી પ્રમાણપત્ર હાથમાં ન આવે ત્યાં સુધી અમો તેમની સાથે હોઈએ છીએ.




