ગઈકાલે બનેલી એક દુર્ઘટનામાં બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ પેપર મિલ પેપર પલાળવા માટે મૂક્યા હતા. આ પેપર કુંડીઓમાં પલાળવા મૂક્યા હતા. પરંતુ આ વાતને એક અઠવાડિયા જેટલો સમય વિત્યો હોવાથી કુંડીમાં ગેસનું ભારણ વધી ગયુ. અને છેલ્લા એક સપ્તાહથી બંધ કુંડીઓમાં ગેસ એકઠો થયો હતો.
પરિણામે જ્યારે મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા. ત્યારે કુંડીમાં એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી.ગુંગળામણને કારણે કેટલાક મજૂરો બેભાન થઈ ગયા.બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 બોલવીને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં અંદરની સાઈડમાં પર 4 અલગ-અલગ કુંડી આવેલી છે. મિલના આસી.મેનેજરએ સફાઈ માટે યુવકને ત્યાં મોકલ્યો હતો. જે અંદર જતાં જ બેહોશ થઈ ગયો હતો. ઘણા સમય સુધી તે બહાર ન આવતા બીજા 2ને પણ સ્ટાફે તેમને જોવા માટે અંદર મોકલ્યા હતા. આમ કૂંડી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોમાંથી ત્રણ મજૂરોને ગૂંગળામણનાં કારણે ત્યાં બેભાન થઈ ગયા હતા.
મજૂરો બેભાન થઈ ગયાની જાણ મિલનાં કામદારોને થતા તેઓ તાત્કાલીક ફાયર ફાઈટર વિભાગને આ બાબતે જાણ કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે આવી પહોંચી શ્રમિકોનો બહાર કાઢી તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોને પણ તાત્કાલીક સારવાર અર્થે ખસેડાતા તેઓ હાલ સારવાર હેઠળ છે.
આ સમગ્ર ઘટનાં બાબબતે પેપર મિલનાં ડિરેક્ટર જય પ્રકાશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પેપર મિલમાં ગુંગળામણનાં કારણે મોત નિપજ્યાની જાણ થતા હું તાત્કાલીક મિલ ખાતે આવી પહોંચ્યો હતો. તેમજ અમારી પાસે ઓક્સિજન ટેન્ક હતી. જે લઈને શ્રમિકો નીચે ઉતર્યા હતા. પરંતું શ્રમિકોને તે ટેન્ક ચાલુ કરતા ન આવડતા ઉપયોગ કરી શક્યા ન હતા.જેને કારણે આ દુર્ઘટના બની હતી.




