राष्ट्रीयકચ્છ

25 સંગઠનોએ મહામહીમ રાષ્ટ્રપતિ મહોદયાજીને મોકલ્યો આવેદનપત્ર, કરી પાંચ માંગણી..

રિપોર્ટર: જયેશ ધેયડા......

તા.22/08/2022ના રોજ ભચાઉ શહેર મુકામે જાહેર સભા અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 25 જેટલા વિવિધ,સંગઠનો દ્વારા મહામહિમ રાષ્ટ્પતિશ્રીને સંબોધીને ભચાઉ કચ્છ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં સંગઠનો દ્વારા માન. રાષ્ટ્રપતિ મહોદયાજીનું ધ્યાન દોરવામાં આવ્યું કે, 

1.રાજસ્થાનના જાલોર જિલ્લામાં 9 વર્ષીય ઇન્દ્રકુમાર મેઘવાલની માટલામાં પાણી પીવા બાબતે શાળાના આચાર્યે ગંભીર માર મારી તેની હત્યા કરવામાં આવેલ જેના વિરોધમાં…

  1. બીલ્કીસબાનું કેસમાં સામુહિક બળાત્કાર,સામુહિક હત્યાના 11 જણને આજીવન સજા કરવામાં આવેલ તે બાદ સરકારે સજા માફી કરી છોડી મુકેલ,તેઓની જેલમુક્તિ રદ કરીને ફરીથી સજા ભોગવવા  જેલમાં મોકલવામાં આવે.

3.સામાજિક અને માનવતાના નાતે અન્યાય,અત્યાચાર સામે આવાજ ઉઠાવનાર કાર્યકરોને,લાયસન્સ સાથે હથિયાર આપવવામાં આવે.

4.ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરનાર આસામાજિક તત્વોને દેશદ્રોહની કલમો લગાડી સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

5.યોગેશ બોકક્ષા જેવા જાહેર મંચ પરથી લાગણી દુભાવતા તત્વોને આપતી આગોતરા જામીનની વ્યવસ્થા રદ કરવામાં આવે અને તેવા ગુનાઓમાં મદદગારી કરતા તત્વો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે.જેવી અનેક માનવીય અધિકારોની રક્ષણ કરવાં માટે આવેદનપત્રમાં માંગણીઓ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે,  કોમી એકતાને બુલંદ રાખી સામાજિક કલંક રૂપ બનતી ઘટનાઓને વખોડી,અખંડ ભારતમાં કાયમી ભાઈચારો કેળવાઈ રહે અને સામાજિક સમરસ્તા જળવાય તે અને અસામાજિક તત્વોને સબક મળે તે હેતુ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં કબીર આશ્રમ ચિરઈના મહંત સારતીદાસ સાહેબ,કકરવા કબીર આશ્રમના મહંત ચતાનદાસ સાહેબ, રવીરામ સાહેબ, વજેપરના ઝીણેશ્વરીબેન, ઓશો આશ્રમ ભચાઉના, દાનીમાતાજી, વગેરે સંતો, રાજકીય આગેવાનો,મીઠીબેન ખાણીયા,લક્ષ્મીબેન ધેયડા,મનજીભાઈ રાઠોડ, વિરજીભાઈ દાફડા, ભરતભાઇ દાફડા. ખેતશીભાઈ મારૂ, જીતુભાઇ દાફડા  સુરેશભાઈ વાઘેલા, સુરેશભાઈ કાંઠેચા,પ્રવીણભાઈ મચ્છોયા, ભરતભાઇ વાણીયા,કાનજીભાઈ રાઠોડ, ભાણજીભાઈ રમેશભાઈ દાફડા, ડુંગરિયા,સુરેશભાઈ ચાવડા,ખીમજીભાઈ  કાંઠેચા,  કેશવભાઈ મચ્છોયા, સુરેશભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, રાહુલ વાણીયા,જીવાભાઈ કારીયા,સાનુંભાઈ વાઘેલા, ઉપસ્થિત રહ્યાં હતા અને વધુમાં જણાવ્યું કે આવા બનાવો ભવિષ્યમાં  ના બને એવી સરકાર શ્રી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી..

Related Articles

Back to top button