ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાંથી દહેગામમાં સો ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે કલોલમાં 99% અને સૌથી ઓછો વરસાદ ગાંધીનગરમાં પડ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના કલોલ માણસા ગાંધીનગર અને દહેગામ તાલુકામાં તેમાં દહેગામ તાલુકામાં સો ટકા વરસાદ ગાંધીનગરમાં 73 ટકા વરસાદ કલોલમાં 99. ટકા વરસાદ માણસા 81% વરસાદ સાથે જિલ્લામાં સૌથી વધારે વરસાદ દહેગામ તાલુકામાં નોંધાયો છે
દહેગામ તાલુકામાં હાલમાં મોસમનો વરસાદ 794 એમએમ નોંધાયો છે જ્યારે ગાંધીનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ગાંધીનગર ખાતે નોંધાયો છે અને દહેગામ પછી બીજા નંબરે કલોલ તાલુકામાં 99% ઉપર વરસાદ નોંધાયો છે આમ આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં સારો વરસાદ નોંધાવવા પામ્યો છે અને ગઈ રાત્રે દહેગામ તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો હતો ને હાલમાં પણ વાતાવરણ વાદળછાયુ હોવાથી રાત્રે વરસાદ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.




