Blog

હિંમતનગર ૧૮૧ અભયમ ટીમ દ્વારા એક વર્ષ ના બાળક ને માતા સાથે મિલન કરાવ્યું

હિંમતનગર ૧૮૧ અભયમ ટીમ દ્વારા એક વર્ષ ના બાળક ને માતા સાથે મિલન કરાવ્યું

આજ રોજ એક પીડીત મહિલા એ તલોદ થી૧૮૧ પર કોલ કરી જણાવેલ કે પતિ એ બાળક લઈ લીધેલ છે માટે મદદની જરૂર છે.
કોલ મળતા ૧૮૧ ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તથા પીડિતા સાથે મળીને વાત કરતા મહિલાએ જણાવેલ કે તેમના લગ્ન ને ૨ વર્ષ થયેલા હતા તથા આ બીજા લગ્ન હતાં પરુંતુ પતિ દારૂ પીને હેરાન કરતા હતા તથા તથા અપશબ્દો બોલતા હતા અને ઘર ખર્ચ પણ આપતાં ન હતાં માટે પીડિતા ૩ મહિનાથી તેમના પિયર મા જતાં રહ્યાં હતા. તો તેમના પતિ તેમના પિયર માં જઈને તેમનું એક વર્ષ નું બાળક લઇ ને આવતા રહેલ હતા. અને બાળક ને પીડિતા ધવડાવતા હતાં એટલે ધાવણ ચડી ગયેલ. પીડિતા પતિ પાસે બાળક લેવાં ગયેલ તો આપેલ નહિ. માટે પીડિતા એ ૧૮૧ મા કોલ કરી મદદ માગેલ.
૧૮૧ ટીમે પીડીત મહિલા ની સમગ્ર વાત સાંભળી ને પીડીત ના પતિ પાસે ગયેલ તથા પતિ ને કાયદાકિય માહિતી આપેલ છે તથા બાળક નો કબ્જો માતા ને આપાવેલ છે તથા બન્ને પક્ષ ને સમજાવી સમાધાન કરેલ છે. અને હાલ માં થોડા દિવસ પીડીત મહિલા પિયર મા જવા માગતાં હતાં માટે પીડિતા ના માતા ને સોંપેલ છે.

Related Articles

Back to top button