

મહાબોધિ , બોદ્ધ વિહાર, બુદ્ધગયા બિહાર મુક્તિ આંદોલનના સમર્થનમાં ધીરજ લેઉઆ ની આગેવાની હેઠળ હિંમતનગર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે શાંતિયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ધીરજ લેઉઆ દ્વારા પંચશીલ , બુદ્ધનો ધમ્મ માર્ગ અને બુદ્ધગયા ધરોહર વિષયે વિસ્તૃતમાં વક્તવ્ય કરવામાં આવ્યું હતું. એશિયા નો પ્રકાશ કહેવાતા ,વિશ્વ ધરોહર આ જ્ઞાન સ્વરૂપ બૌદ્ધ વિહારને બચાવવા ,સંવર્ધન કરવા ,સંરક્ષણ કરવા માટે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ,વિવિધ સંસ્થાઓ ,સંગઠનના લોકો બહોળી સંખ્યામાં આ શાંતિયાત્રા માં ઉપસ્થિત રહ્યા..




