છેતરપીંડીના ગુન્હામા ફરારી આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ
છેતરપીંડીના ગુન્હામા ફરારી આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલનાઓએ સાબરકાંઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગમાં કાર્યરત હતા.
દરમ્યાનમાં, તા.૨૬/૦૪/૨૦૨૪ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને બસ સ્ટેન્ડ પાસે આવતા અમોને બાતમી હકીકત મળેલ હિંમતનગર બી ડીવી.પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૬૨૩૦૩૭૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી તેજસિંહ સ/ઓ અર્જુનસિંહ થાનસિંહ ચૌહાણ રહે,મોરૂ રાજપુતોકાવાસ પો.ઉમ્મેદપુરા તા.આવર જી.જાલોર(રાજ.)વાળો બસ સ્ટેન્ડ પાસે ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ, હિંમતનગર બી ડીવીઝન પોલીસને છેતરપીંડીના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસત ફરતા આરોપીને ઝડપી પાડવામા સફળતા મળેલ છે.
આ કેસમાં > કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓમાં (૧) પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.ઉદાવત (૨) અ.હેડ.કોન્સ કિરપાલસિંહ દિપસિંહ (૩) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ (૪) આ.પો.કો હસમુખભાઈ જેઠાભાઈનો સમાવેશ થાય છે એમ આર.ટી.ઉદાવત, પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર.બી ડીવી.પો.સ્ટે. દ્વારા જણાવવામાં આવ્યું હતું.




