sabarkathaराष्ट्रीय

બેરણાઃ શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા 13મા ગણેશજીનું સ્થાપન કરાયું…

બેરણાઃ શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા 13મા ગણેશજીનું સ્થાપન કરાયું...

બેરણા શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા મહાકાળી મંદિર ખાતે ૧૩ માં ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ દાદા ની ઈકો ફ્રેડલી મૂર્તિ ની વાજતે ગાજતે ડી.જે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

મહાકાળી મંદિર ખાતે દાદાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું..આ શોભાયાત્રા દરમ્યાન સમગ્ર પંથક “ગણપતિ બાપા મોરીયા”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તથા સૌ ગણેશભક્તો ભક્તિભાવથી ઝુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ તુષારભાઈ પટેલ અને ખજાનચી ધ્રુવભાઇ પટેલ અને કિમટી સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button