અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સરકારે મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો 9 દિવસ સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે.
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.




